ઉત્તર સિક્કિમના ચાટેનમાં ફસાયેલા 28 લોકો અને સેનાના 20 કર્મચારીઓને ગઈકાલે એરલિફ્ટ કરવામાં આવ્યા હતા. ભારે વરસાદને કારણે આ પ્રદેશમાં અનેક ભૂસ્ખલનને કારણે રોડ કનેક્ટિવિટી તૂટી ગઈ હતી. પહેલી ઉડાનમાં એક હેલિકોપ્ટરે 28 નાગરિકો, જેમાં સગીરો, પ્રવાસી ટેક્સી ડ્રાઇવરો અને સરકારી અધિકારીઓનો સમાવેશ થાય છે, તેમને ચાટેનથી બહાર કાઢ્યા હતા, જ્યારે સેનાના 20 કર્મચારીઓ બીજી મુસાફરીમાં પાક્યોંગ ગ્રીનફિલ્ડ હવાઈમથક પરત ફર્યા હતા.MI-17 હેલિકોપ્ટરે ચાટેન ખાતે તૈનાત સેનાના કર્મચારીઓ માટે આવશ્યક પુરવઠો પણ પહોંચાડ્યો હતો. સિક્કિમ સરકારે આ વિસ્તારમાં ભૂસ્ખલનથી પ્રભાવિત લોકોને તાત્કાલિક રાહત અને સલામત સ્થળાંતર પૂરું પાડવા માટે હેલિકોપ્ટરની વ્યવસ્થા કરી હતી.
Site Admin | જૂન 9, 2025 8:24 એ એમ (AM)
ઉત્તર સિક્કિમના ચાટેનમાં ફસાયેલા 28 લોકો અને સેનાના 20 કર્મચારીઓને બચાવી લેવાયા
