ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જૂન 5, 2025 1:53 પી એમ(PM)

printer

ઈદ-ઉલ-અઝહાના પ્રસંગે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આયાત-નિકાસ દસ દિવસ માટે સ્થગિત.

ઈદ-ઉલ-અઝહાના પ્રસંગે બેનાપોલ લેન્ડ પોર્ટ દ્વારા ભારત અને બાંગ્લાદેશ વચ્ચે નિકાસ અને આયાત પ્રવૃત્તિઓ દસ દિવસ માટે સ્થગિત રહેશે. બાંગ્લાદેશ સરકારના નિર્દેશો મુજબ આજથી આ મહિનાની 14મી તારીખ સુધી વેપાર બંધ રહેશે.
બેનાપોલ પોર્ટ આયાત અને નિકાસ સંગઠનના પ્રમુખે જણાવ્યું કે, આ સમયગાળા દરમિયાન માલનું લોડિંગ અને અનલોડિંગ થશે નહીં. જોકે, આ સમયગાળા દરમિયાન લેન્ડ પોર્ટ પર ઇમિગ્રેશન સેવાઓ રાબેતા મુજબ કાર્યરત રહેશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ