ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 29, 2025 8:57 એ એમ (AM)

printer

ઇઝરાયલી પ્રધાનમંત્રીએ ગાઝામાં હમાસ નેતા મોહમ્મદ સિનવાર માર્યો ગયો હોવાની પુષ્ટિ કરી

ઇઝરાયલી પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ પુષ્ટિ કરી છે કે ગાઝામાં હમાસ નેતા મોહમ્મદ સિનવાર માર્યો ગયો છે. આ મહિનાની શરૂઆતમાં ઇઝરાયલી હવાઈ હુમલામાં તેનું મોત થયું હતું. સિનવાર હમાસ નેતા યાહ્યા સિનવારનો ભાઈ હતો.સંસદમાં શ્રી નેતન્યાહૂએ કહ્યું કે ઇઝરાયલ હમાસ સામેના યુદ્ધમાં એક મહત્વપૂર્ણ પડાવ પર છે. તેમણે એમ પણ કહ્યું કે તાજેતરના ઇઝરાયલી હુમલાઓ ગાઝામાં હમાસ-નિયંત્રિત સ્થળોને નષ્ટ કરવા પર કેન્દ્રિત છે.13મી મે ના રોજ ખાન યુનિસમાં ઇઝરાયલી સેના અને શિન બેટ દ્વારા સંયુક્ત હુમલામાં ગાઝા યુરોપિયન હોસ્પિટલ હેઠળના એક બંકરને નિશાન બનાવવામાં આવ્યું હતું. ગાઝા આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર, હવાઈ હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા. માર્યા ગયેલા લોકોમાં મોહમ્મદ સિનવારનો પણ સમાવેશ થાય છે. શ્રી નેતન્યાહૂએ એમ પણ કહ્યું કે ગાઝામાં 20 બંધકો હજુ પણ જીવિત છે, જ્યારે 38 બંધકો મૃત્યુ પામ્યા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ