ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 24, 2024 8:13 પી એમ(PM) | રેલ્વે પ્રોજેક્ટ્સ

printer

આર્થિક બાબતો પરની કેબિનેટ સમિતિએ આજે 6 હજાર 798 કરોડ રૂપિયાના બે રેલ્વે પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળ યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં મેટ્રો, સ્માર્ટ સિટી, હવાઇમથક અને માર્ગ સહિતના અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા હતા.. બેઠક પછી પત્રકારોને સંબોધતાં, કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, આર્થિક બાબતો અંગેની મંત્રીમંડળની સમિતિએ ટ્રાફિક ઘટાડવા અને લોકોને પરિવહન સુવિધાઓ પૂરી પાડવાના હેતુસર આજે 6 હજાર 798 કરોડ રૂપિયાના બે રેલ્વે પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે.વૈષ્ણવે ઉમેર્યું કે, પ્રથમ પ્રોજેક્ટ હેઠળ, 256 કિલોમીટર લાંબી નારકટિયગંજ-રકસૌલ, સતામાર્ધી, દરભંગા અને સતામાધિ-મુજ્જાફરપુરની રેલ્વે લાઇનો નાખવામાં આવશે. આ નેપાળ, ઇશાન-ભારત અને સરહદ વિસ્તારો સાથે જોડાણને મજબૂત બનાવશે અને સામાજિક-આર્થિક વિકાસમાં પણ વધારો કરશે. (બાઇટ-અશ્વિની વૈષ્ણવ)

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.