ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જે પી નડ્ડાએ જણાવ્યું છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો 11 વર્ષનો કાર્યકાળ સુવર્ણ અક્ષરમાં લખાશે. છેલ્લાં 11 વર્ષમાં મોદી સરકારની ઉપલબ્ધિઓ અંગે પત્રકાર પરિષદ સંબોધતા શ્રી નડ્ડાએ જણાવ્યું કે, મોદી સરકાર જનતાને સાથે લઇને ચાલે છે અને અનેક મજબૂત નિર્ણયો લે છે. તેમણે કેન્દ્રની એનડીએ સરકારને અસરકારક ગણાવી, તેમણે જણાવ્યું કે, છેલ્લાં 11 વર્ષમાં મોદી સરકારે વિક્સિત ભારતનો પાયો નાખ્યો છે.
શ્રી નડ્ડાએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારે કામગીરી આધારિત રાજકારણ લાવીને દેશની રાજકીય સંસ્કૃતિને બદલી નાખી છે.
એનડીએ સરકારે સમાજનાં તમામ વર્ગોની ચિંતા કરીને તેમનાં માટે વિવિધ યોજનાઓ અમલી બનાવી છે.
મોદી સરકારનાં હિંમતભર્યા નિર્ણયોની વિગતો આપતા શ્રી નડ્ડાએ ટ્રિપલ તલાક નાબૂદી, જમ્મુ કાશ્મીરમાં કલમ 370ની નાબૂદી, કોવિડ રસીકરણ અભિયાન, મહિલાઓને 33 ટકા અનામત, જીએસટી, વક્ફ બોર્ડ સુધારા કાયદો જેવા નિર્ણયોને ટાંક્યા હતા.
Site Admin | જૂન 9, 2025 2:47 પી એમ(PM)
આરોગ્યમંત્રી જે પી નડ્ડાએ જણાવ્યું – મોદી સરકારનો 11 વર્ષનો કાર્યકાળ સુવર્ણ અક્ષરોમાં લખાશે
