પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે, આધુનિક માળખાગત સુવિધાઓ માટે ભારતનાં પ્રયાસ ટકાઉપણું અને લાંબા ગાળાની દ્રષ્ટિથી પ્ર્રેરિત છે. એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું, તે આત્મનિર્ભર ભારતનો પાયો નાંખી રહ્યું છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, માળખાગત સુવિધાઓમાં ક્રાંતિને 11 વર્ષ થયાં છે. આ સમયગાળા દરમિયાન ઉત્તમ માળખાગત સુવિધાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેનાથી ભારતના વિકાસને વેગ મળ્યો છે. તેમણે કહ્યું કે, ભારતીય રેલવેથી માંડીને ધોરીમાર્ગો અને બંદરોથી માંડીને હવાઇમથકો સુધી ઝડપથી વિસ્તરી રહેલી માળખાગત સુવિધાઓ લોકોનાં જીવનને સરળ બનાવી રહ્યું છે અને સમૃદ્ધિમાં વધારો કરી રહ્યું છે.
Site Admin | જૂન 11, 2025 2:04 પી એમ(PM)
આધુનિક માળખાગત સુવિધાઓ આત્મનિર્ભર ભારતનો પાયો નાંખી રહી છે : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
