ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 28, 2025 9:31 એ એમ (AM)

printer

આતંકવાદ સામે શૂન્ય સહિષ્ણુતાનો નવી દિલ્હીનો સંદેશ વિશ્વભરમાં ગુંજતો કરવા માટે ભારતના સાંસદોનું સર્વપક્ષિય પ્રતિનિધિ મંડળ વિવિધ દેશોની મુલાકાતે

આતંકવાદ સામે શૂન્ય સહિષ્ણુતાનો નવી દિલ્હીનો સંદેશ વિશ્વભરમાં ગુંજતો કરવા માટે ભારતના સાંસદોનું સર્વપક્ષિય પ્રતિનિધિ મંડળ વિવિધ દેશોની મુલાકાત લઇ રહ્યું છે.ગઇકાલે પનામામાં, કોંગ્રેસના સાંસદ શશી થરૂરના નેતૃત્વમાં સર્વપક્ષીય ભારતીય પ્રતિનિધિમંડળે પનામા વિધાનસભાના પ્રમુખ, ડાના કાસ્ટાનેડા સાથે મુલાકાત કરી. તેમની મુલાકાત દરમિયાન, શ્રી થરૂરે કહ્યું કે ભારતને યુદ્ધ કરવામાં કોઈ રસ નથી, પરંતુ તેમને લાગ્યું કે આતંકવાદી કૃત્ય સજા વગર ન રહેવું જોઈએ.તેમણે પનામાને આતંકવાદ સામેની લડાઈમાં ભારતને મદદ કરવા અને ગુનેગારોને ઓળખવા અને તેમની સામે કાર્યવાહી કરવા દબાણ કરવા અપીલ કરી.જ્યારે દક્ષિણ આફ્રિકામાં, NCP (SCP) સુપ્રિયા સુલેના નેતૃત્વ હેઠળના સર્વપક્ષીય પ્રતિનિધિમંડળે સરહદ પાર આતંકવાદ પ્રત્યે ભારતની શૂન્ય-સહિષ્ણુતા નીતિની હિમાયત કરી. પ્રતિનિધિમંડળે શેર કર્યું કે ભારત દ્વારા પ્રતિક્રિયામાં હાથ ધરવામાં આવેલ ઓપરેશન સિંદૂર અંગેની વિગતવાર માહીતા આપી હતી.. આ પ્રતિનિધિમંડળ આજે દક્ષિણ આફ્રિકાની સંસદમાં અને દક્ષિણ આફ્રિકા સરકારના મંત્રીઓ સાથે બેઠકો માટે કેપટાઉનની મુલાકાત લેશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ