આતંકવાદ સામેની લડાઈમાં બ્રિટન સરકાર દ્વારા અપાયેલા સમર્થનની ભારતે પ્રશંસા કરી છે. વિદેશ સચિવ વિક્રમ મિસરીએ ગઈકાલે વિદેશ, કોમનવેલ્થ અને વિકાસ કાર્યાલયના સચિવ ઓલિવર રોબિન્સ સાથેની તેમની બેઠક દરમિયાન નવી દિલ્હી દ્વારા કરાયેલી આ પ્રશંસા તેમની સમક્ષ વર્ણવી હતી.નવી દિલ્હી ખાતે 17મી ભારત- બ્રિટન વિદેશ કાર્યાલય પરામર્શ અને પ્રથમ વ્યૂહાત્મક નિકાસ અને ટેકનોલોજી સહકાર સંવાદ દરમિયાન આ ચર્ચા યોજાઈ હતી. વિદેશ મંત્રાલય દ્વારા પ્રસિધ્ધ કરાયેલા નિવેદન અનુસાર, ભારત અને યુકે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારો છે.
Site Admin | જૂન 4, 2025 8:33 એ એમ (AM)
આતંકવાદ સામેની ભારતની લડાઇને ટેકો આપવાના બ્રિટનના અભિગમની ભારતે પ્રશંસા કરી
