ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 27, 2025 2:23 પી એમ(PM)

printer

આતંકવાદ વિરૂધ્ધના ભારતના અભિગમની જાણકારી આપવા માટેનું સાંસદ સુપ્રિયા સૂલેના નેતૃત્વ વાળુ પ્રતિનિધિમંડળ કતારની મુલાકાત પૂર્ણ કરીને દક્ષિણ આફ્રિકા જવા રવાના થયું.

સાંસદ સુપ્રિયા સુલેના નેતૃત્વમાં સર્વપક્ષિય પ્રતિનિધિમંડળે કતારની તેમની સત્તાવાર મુલાકાત પૂર્ણ કરી હતી. 22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા અને ત્યારબાદ ભારતે કરેલા ઓપરેશન સિંદૂરના પગલે આ મુલાકાત કરવામાં આવી હતી.. આ પ્રતિનિધિમંડળની કતારની મુલાકાત ચાર દેશોના પ્રવાસના પ્રથમ તબક્કાની હતી..
તેમની બે દિવસીય મુલાકાત દરમિયાન, પ્રતિનિધિમંડળે ભારતના આતંકવાદ સામેના શૂન્ય સહિષ્ણુતાના અભિગમ વિશે છણાવટ કરીને કતારના વરિષ્ઠ અધિકારીઓ, વિદેશ, ગૃહ અને શૂરા કાઉન્સિલના ડેપ્યુટી સ્પીકર સાથે ચર્ચા કરી હતી.
પ્રતિનિધિમંડળે કતારના શિક્ષણવિદો અને મિડલ ઇસ્ટ કાઉન્સિલ ફોર ગ્લોબલ અફેર્સના થિંક ટેન્કના સભ્યો તેમજ ભારતીય સમુદાયના સભ્યોને સંબોધિત કર્યા હતા..
પ્રતિનિધિમંડળ આજે તેના પ્રવાસના બીજા તબક્કા માટે દક્ષિણ આફ્રિકા જવા રવાના થશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ