રાજ્યમાં આગામી 12થી 18 જૂન સુધી પશ્ચિમી દિશાનાં પવન મજબૂત થતાં ચોમાસું આગળ વધે તેવી સંભાવના છે. 12 જૂન સુધી ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે, જ્યારે 13 અને 14 જૂન દરમિયાન ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી છે.દરમિયાન છેલ્લાં 24 કલાકમાં સૌથી વધુ 41 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન કંડલા હવાઈમથક અને ડીસામાં નોંધાયું. જ્યારે અમદાવાદ, ગાંધીનગર અને સુરેન્દ્રનગરમાં 40 ડિગ્રી અને ભુજ તેમજ રાજકોટમાં 39 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.
Site Admin | જૂન 10, 2025 9:56 એ એમ (AM)
આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનાં કેટલાંક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી
