ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 12, 2025 8:48 એ એમ (AM)

printer

આજે સવારે ભગવતી નગર યાત્રી નિવાસ બેઝ કેમ્પથી અમરનાથ યાત્રા માટે છ હજાર 649 યાત્રાળુઓનો 11મો સમૂહ રવાના

આજે સવારે ભગવતી નગર યાત્રી નિવાસ બેઝ કેમ્પથી અમરનાથ યાત્રા માટે છ હજાર 649 યાત્રાળુઓનો 11મો સમૂહ રવાના થયો. 275 વાહનોમાં દ્વારા આ તમામ યાત્રાળુઓ બાલતાલ અને પહેલગામ બેઝ કેમ્પ પહોંચશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર બે હજાર 337 યાત્રાળુઓ બાલતાલ અને ચાર હજાર 322 યાત્રાળુઓ પહેલગામ જવા રવાના થયા છે. આ બંને કેમ્પમાંથી યાત્રાળુઓ અમરનાથ ગુફા તરફ યાત્રા શરૂ કરશે.દરમિયાન ગઈકાલે અઢાર હજાર દશ યાત્રાળુઓએ પવિત્ર ગુફામાં બાબા બર્ફાનીના દર્શન કર્યા. આ સાથે, પવિત્ર ગુફાની મુલાકાત લેનારા યાત્રાળુઓની સંખ્યા એક લાખ 63 હજાર પર પહોંચી ગઈ છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ