આજે “વિશ્વ તમાકુ નિષેધ દિવસ છે. તમાકુના ઉપયોગથી થતા સ્વાસ્થ્ય જોખમો જેવા કે કેન્સર, હૃદયરોગ અને શ્વસન સમસ્યાઓ વિશે લોકોને જાગૃત કરવા આ દિવસ ઉજવવામાં આવે છે. ત્યારે ગુજરાતને તમાકુ મુક્ત” બનાવવા રાજ્ય સરકાર દ્વારા નોંધપાત્ર કામગીરી કરવામાં આવી રહી છે.રાજ્યમાં તમાકુ નિયંત્રણના ભંગ બદલ છેલ્લા બે વર્ષમાં 64 હજાર 575 ફરીયાદ નોંધી 99 લાખ રૂપિયાથી વધુનો દંડ વસુલાયો હોવાનું આરોગ્ય વિભાગની યાદીમાં જણાવાયું છે. બાળક યુવાન થઈને કોઈપણ પ્રકારનું વ્યસન ન કરે તે માટે ગત બે વર્ષમાં તમામ જિલ્લાઓની 14 હજાર 179 શાળાઓના 15 લાખથી વધુ બાળકોને તમાકુના વ્યસનથી થતા નુકસાન અંગે જાગૃત કરાયા છે. તમાકુ નિયંત્રણ અને આવનારી પેઢીને આરોગ્ય, સામાજિક અને આર્થિક સંકટથી બચાવવા રાજ્ય સરકાર દ્વારા રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ ચલાવવામાં આવે છે.
Site Admin | મે 31, 2025 9:10 એ એમ (AM)
આજે “વિશ્વ તમાકુ નિષેધ દિવસ – તમાકુના ઉપયોગથી થતા સ્વાસ્થ્ય જોખમો વિશે લોકોને જાગૃત કરવા આ દિવસ ઉજવવામાં આવે છે
