આજે છ જુલાઈએ વિશ્વ ઝૂનોસિસ દિવસ તરીકે મનાવાશે. માનવ અને પ્રાણીઓ વચ્ચે ફેલાતા રોગ એટલે કે, ઝૂનોટિક ડિસીઝ અંગે લોકોમાં જાગૃતિ વધારવાના ઉદ્દેશ સાથે આ દિવસ મનાવાય છે. ઝૂનોસિસ રોગોને નિવારવા પાલતુ પ્રાણીઓ અને અન્ય પશુઓનું રસીકરણ, વ્યક્તિગત સ્વચ્છતા, જીવજંતુ નિયંત્રણ, ખાદ્યપદાર્થોને પકાવીને જ સેવન કરવાનો, જાહેર આરોગ્ય વ્યવસ્થાઓ અને પશુ ચિકિત્સા વિભાગ વચ્ચે સહયોગ વધારવો જરૂરી છે તેમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે.
છ જુલાઈ 1885ના રોજ લૂઈ પાશ્વરે રેબીઝ રસીનો પહેલો સફળ ઉપયોગ કર્યો હતો. આ મહત્વની શોધની યાદમાં આ દિવસ માનવ અને પ્રાણીઓના આરોગ્ય માટે સમજદારીના પ્રયાસ તરીકે મનાવાય છે.
Site Admin | જુલાઇ 6, 2025 10:05 એ એમ (AM)
આજે છ જુલાઈએ વિશ્વ ઝૂનોસિસ દિવસ
