ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 8, 2025 10:17 એ એમ (AM)

printer

આજે આંતરરાષ્ટ્રીય થેલેસેમિયા દિવસઃ થેલેસેમિયાની નાબૂદીમાં ગુજરાત રોલ મોડલ

આજે આંતરરાષ્ટ્રીય થેલેસેમિયા દિવસ છે. ત્યારે થેલેસેમિયા નાબૂદી માટે સમગ્ર દેશમાં શ્રેષ્ઠ કામ કરી અન્ય રાજ્યો માટે ગુજરાત રોલ મોડલ બન્યું છે. થેલેસેમિયાને જડ-મૂળથી નાબૂદ કરવા માટે રાજ્ય સરકાર છેલ્લા 15 વર્ષથી શ્રેષ્ઠ કામગીરી કરી રહી છે. રાજ્યની સરકારી હોસ્પિટલોમાં ગર્ભવતી મહિલાઓ તેમજ કોલેજમાં વિદ્યાર્થીઓના વિનામૂલ્યે થેલેસેમિયા ટેસ્ટ કરવામાં આવે છે. કુલ 15 લાખ 50 હજારથી વધુ લોકોના થેલેસેમિયા ટેસ્ટ કરાયા છે. રાજ્યમાં યુનિવર્સિટી સ્તરે વિદ્યાર્થીઓનું થેલેસેમિયા સ્ક્રીનીંગ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત સમુદાય આધારિત સ્ક્રીનીંગ દ્વારા સમુદાયોને થેલેસેમિયા અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ