આજથી 91મી રણજી ટ્રોફીનો આરંભ થઇ રહ્યો છે. ઇલિટ ગૃપમાં 32 તથા પ્લેટ ગૃપમાં છ ટીમો ભાગ લેશે. આજે કાનપુરમાં ઉત્તર પ્રદેશ અને આન્ધ્ર પ્રદેશ વચ્ચે, તામિલનાડુ વિરૂધ્ધ ઝારખંડની મેચ કોઇમ્બતુરમાં રમાશે. રણજી ટ્રોફીનો પહેલો તબક્કો 15 થી 19 ઓક્ટોબર અને બીજો તબક્કો 16થી 19 નવેમ્બર રહેશે. યુવાન અને ઉભરતા ક્રિકેટરો માટે રણજી ટ્રોફીનો દેખાવ આંતરરાષ્ટ્રીય સ્તર પર મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ ઉપરાંત આગામી IPLની સિઝન માટે પણ રણજી ટ્રોફી મહત્વ પૂર્ણ ભૂમિકા અદા કરે છે.
Site Admin | ઓક્ટોબર 15, 2025 8:00 એ એમ (AM)
આજથી રણજી ટ્રોફીની નવી સિઝનના પ્રથમ તબક્કાનો આરંભ