ભારતીય હવામાન વિભાગે આગામી 5થી 6 દિવસ દરમિયાન ઉત્તરપશ્ચિમ, મધ્ય અને ઉત્તરપૂર્વ ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આજે હિમાચલ પ્રદેશમાં વિવિધ સ્થળોએ અને આગામી બે દિવસમાં મધ્ય મહારાષ્ટ્રના ઘાટ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે.હવામાન વિભાગની આજે પૂર્વ ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ રાજસ્થાનમાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. હરિયાણા, ચંદીગઢ, પંજાબ અને ઉત્તર પ્રદેશમાં પણ હજુ 4 દિવસ સુધી અલગ અલગ સ્થળોએ ભારે વરસાદ થવાની સંભાવના છે. આગામી સાત દિવસ દરમિયાન કોંકણ, ગોવા અને ગુજરાતમાં પણ અલગ અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.
Site Admin | જુલાઇ 6, 2025 9:31 એ એમ (AM)
આગામી 5થી 6 દિવસ દરમિયાન ઉત્તરપશ્ચિમ, મધ્ય અને ઉત્તરપૂર્વ ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
