ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 11, 2024 7:55 પી એમ(PM)

printer

આંતરરાષ્ટ્રીય ભારતીય ફિલ્મ મહોત્સવ- IFFI ગોવામાં આ મહિનાની 20મી તારીખથી શરૂ થશે

આંતરરાષ્ટ્રીય ભારતીય ફિલ્મ મહોત્સવ- IFFI ગોવામાં આ મહિનાની 20મી તારીખથી શરૂ થશે. આજે નવી દિલ્હીમાં પત્રકાર પરિષદમાં માહીતી આપતા માહિતી અનેપ્રસારણ રાજ્ય મંત્રી ડોક્ટર એલ મુરુગને જણાવ્યું કે, ફિલ્મ મહોત્સવને ફિલ્મ નિર્માતાઓ અને દર્શકો તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે.તેમણે જણાવ્યું કે,આંતરરાષ્ટ્રીય સ્તરનો આ સૌથી મોટો ફિલ્મ મહોત્સવ છે. તેમણે ઉમેર્યુંકે, દેશનાં અર્થતંત્રમાં ભારતીય સિનેમા મોટી ભૂમિકા ભજવી રહ્યો છે.    માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ સંજય જાજુએ જણાવ્યું કે, આ વર્ષનાં મહોત્સવમાં યુવા ફિલ્મકારો પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે. તેમણેજણાવ્યું કે,યુવા પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા માટે બેસ્ટ ઇન્ડિયન ડેબ્યુડિરેક્ટર એવોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. મહોત્સવનો પ્રારંભ ઓસ્ટ્રેલિયન ફિલ્મ બેટર મેનનાંએશિયા પ્રિમીયર સાથે થશે.