ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 6, 2025 8:01 પી એમ(PM) | દાવાનળ

printer

અમેરિકાની લોસ એન્જલસ કાઉન્ટીમાં તાજેતરમાં વિનાશ વેરનાર બે મોટા દાવાનળને કારણે મિલકત અને મૂડીને કુલ 164 અબજ ડોલરનું નુકસાન થયું હોવાનો અંદાજ

અમેરિકાની લોસ એન્જલસ કાઉન્ટીમાં તાજેતરમાં વિનાશ વેરનાર બે મોટા દાવાનળને કારણે મિલકત અને મૂડીને કુલ 164 અબજ ડોલરનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, લોસ એન્જલસ દ્વારા તાજેતરમાં પ્રકાશિત થયેલા અહેવાલમાં સૂચવવામાં આવ્યું છે કે પેલિસેડ્સ અને ઇટનમાં લાગેલી આગને કારણે મિલકત અને મૂડીને 95 અબજ ડોલરથી 164 અબજ ડોલરની વચ્ચે નુકસાન થયું હોવાનો અંદાજ છે.
UCLA એન્ડરસન ફોરકાસ્ટના અર્થશાસ્ત્રીઓ ઝિયૂન લી અને વિલિયમ યુ દ્વારા લખાયેલા આ અહેવાલમાં 2025માં કાઉન્ટી-સ્તરની GDPમાં 0.48 ટકાનું નુકસાન થવાની આગાહી કરવામાં આવી છે, જે આશરે 4.6 અબજ ડોલર જેટલું છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં સ્થાનિક વ્યવસાયો અને કર્મચારીઓને કુલ 297 મિલિયન ડોલરનું વેતન નુકસાન થવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ