અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 12 દેશોથી થતી નિકાસ પર ટેરિફ લગાડવાના આદેશો પર હસ્તાક્ષર કર્યા છે. આ દેશોના નામ આવતીકાલે જાહેર કરવામાં આવશે.શ્રી ટ્રમ્પે કહ્યું આ આદેશો પહેલી ઓગસ્ટથી અમલમાં આવશે અને કેટલાક દેશો ઉપર આ ડ્યુટી 70 ટકા સુધી લગાડવામાં આવી શકે છે. આ વર્ષે એપ્રિલમાં, શ્રી ટ્રમ્પે અમેરિકામાં આવતા ચીજવસ્તુઓ પર ઓછામાં ઓછી ૧૦ ટકા ડ્યુટી લગાડવાની જાહેરાત કરી હતી. કેટલાક દેશો પર ઘણી ઊંચી ડ્યુટી લગાડવામાં આવી હતી, જોકે પાછળથી તેને નવ જુલાઈ સુધી મોકુફ રાખવામાં આવી હતી. અમેરિકા અત્યાર સુધી ફક્ત બે દેશો – બ્રિટન અને વિયેતનામ સાથે વેપાર કરાર કરવામાં સફળ રહ્યું છે.
Site Admin | જુલાઇ 6, 2025 9:04 એ એમ (AM)
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 12 દેશોથી થતી નિકાસ પર ટેરિફ લગાડવાના આદેશ પર હસ્તાક્ષર કર્યા
