અમેરિકાના ટેક્સાસમાં ભારે પૂરમાં 24 લોકોના મોત થયા છે અને ઘણા લોકો લાપતા થયા છે. ટેક્સાસના ગવર્નર ગ્રેગ એબોટે મધ્ય ટેક્સાસના કાઉન્ટીમાં આપત્તિ જાહેર કરી છે. શ્રી એબોટે જણાવ્યું હતું કે બચાવ અને શોધ કામગીરી આખી રાત ચાલુ રહેશે. કેર કાઉન્ટીના કેમ્પ મિસ્ટિકમાં 20 થી વધુ છોકરીઓ હજુ પણ લાપતા છે. ગુરુવાર રાતથી સમગ્ર વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે.
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંઘીય સરકાર તરફથી મદદની ખાતરી આપી છે. બચાવ કામગીરી વધુ ઝડપી બનાવવામાં આવી છે અને અત્યાર સુધીમાં 200 થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જેમાંથી 167 લોકોને હેલિકોપ્ટર દ્વારા સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. અધિકારીઓએ આજે સવારે લોકોની મદદ માટે વધુ બચાવ કાર્યકરો મોકલ્યા છે.
રાહત અને બચાવ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે ટેક્સાસમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી રદ કરવામાં આવી હતી.
Site Admin | જુલાઇ 5, 2025 2:08 પી એમ(PM)
અમેરિકાના ટેક્સાસમાં ભારે પૂરમાં 24 લોકોના મોત – ઘણા લોકો લાપતા થયા
