અમેરિકાના ઉપરાષ્ટ્રપ્રમુખ જે. ડી. વેન્સ આજથી ભારતની ચાર દિવસની સત્તાવાર મુલાકાતે આવ્યા છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે નવી દિલ્હીમાં તેમનું સ્વાગત કર્યું હતું. દિલ્હીના પાલમ વિમાન મથકે ગાર્ડ ઓફ ઓનર દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું.
શ્રી વેન્સની સાથે તેમનાં પત્ની ઉષા વેન્સ, તેમનાં બાળકો અને અમેરિકી વહીવટીતંત્રના વરિષ્ઠ સભ્યો પણ આવ્યા છે
શ્રી વેન્સ આજે સાંજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે બેઠક કરશે. આ બેઠક દરમિયાન બંને પક્ષો દ્વારા બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ ગાઢ બનાવવા મુદ્દે ચર્ચા કરાશે.
અમેરિકાના ઉપરાષ્ટ્રપ્રમુખ અને તેમનું પ્રતિનિધિમંડળ દિલ્હીમાં અન્ય કાર્યક્રમોમાં ભાગ લેશે. વોશિંગ્ટન જવા રવાના થતા પૂર્વે તેઓ જયપુર અને આગ્રાની મુલાકાત પણ લેશે.
Site Admin | એપ્રિલ 21, 2025 2:42 પી એમ(PM)
અમેરિકાના ઉપરાષ્ટ્રપ્રમુખ જે. ડી. વેન્સ આજે ભારતની ચાર દિવસની સત્તાવાર મુલાકાતે આવ્યા.
