અમૂલ ડેરી દ્વારા દૂધના ખરીદભાવમાં પ્રતિ કિલો ફેટ ૧૦ રૂપિયાનો વધારો કરાયો છે. જ્યારે પશુદાણના ભાવમાં ૭૦ કિલોની બેગ પર ૩૫ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.અમૂલ ડેરીના ચેરમેન વિપુલ પટેલે જણાવ્યું કે, પહેલી જૂનથી દૂધ ઉત્પાદકોને આ વધારાનો લાભ આપવામાં આવશે. હવે વધારે સાથે ૮૬૫ રૂપિયા ચૂકવવામાં આવશે. જેનો લાભ અમૂલ ડેરીના કાર્યક્ષેત્ર હેઠળ આવતાં આણંદ, ખેડા અને મહીસાગર જિલ્લાના ૭ લાખથી વધુ દૂધ ઉત્પાદકોને મળશે. આ સાથે અમૂલ ડેરી ગુજરાતની તમમ ડેરીમાં સર્વોચ્ચ દૂધના ભાવ આપતી સંસ્થા બની છે.
Site Admin | મે 27, 2025 7:52 એ એમ (AM)
અમૂલ ડેરીએ દૂધના પ્રતિકિલો ફેટ દીઠ દસ રૂપિયાનો વધારો કરતાં પશુપાલકોને ફાયદો
