અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ, અમદાવાદને એરપોર્ટ સેક્ટરમાં પ્રતિષ્ઠિત પ્લેટિનમ એવોર્ડ એનાયત થયો છે. તાજેતરમાં નવી દિલ્હી ખાતે આયોજીત સોસાયટી ઓફ એનર્જી એન્જિનિયર્સ એન્ડ મેનેજર્સ એવોર્ડ્સ કેટેગરીમાં આ સન્માન પ્રાપ્ત થયું છે. ઓછા ઉર્જા વપરાશ સાથે અત્યંત કાર્યક્ષમ સેન્ટ્રીફ્યુગલ ચિલરની સ્થાપના જેવી વ્યવસ્થાઓનો સમાવેશ થાય છે. SVPI એરપોર્ટની પહેલોના પરિણામે 30% ઊર્જા બચત થાય છે. SVPI એરપોર્ટ પર આઠ ઇન્ટરનલ કમ્બશન એન્જિન (ICE) વાહનોના સ્થાને ઇલેક્ટ્રીક વાહનો (EVs) મુકવામાં આવ્યા હતા. જેના કારણે અંદાજે વાર્ષિક 5,000 લિટર ડીઝલની બચત અને ગ્રીનહાઉસ ઉત્સર્જનમાં ઘટાડો થયો હતો. 33 ટન રેફ્રિજરેશન ફેન કોઇલ યુનિટ્સ એકમો સામે વિવિધ વિસ્તારોમાં મૂકવામાં આવ્યા હતા. જેના પરિણામે પરંપરાગત એર કન્ડીશનીંગ એકમોની સરખામણીમાં લગભગ 25% વીજળી બચાવે છે.
Site Admin | સપ્ટેમ્બર 30, 2024 5:29 પી એમ(PM)
અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટને એરપોર્ટ સેક્ટરમાં પ્રતિષ્ઠિત પ્લેટિનમ એવોર્ડ એનાયત થયો