ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 7, 2024 7:46 પી એમ(PM)

printer

અમદાવાદ સહિત રાજ્યભરમાં વસતા ઉત્તર ભારતીયો દ્વારા છઠ પૂજાની વિશેષ ઉજવણી કરવામાં આવી

અમદાવાદ સહિત રાજ્યભરમાં વસતા ઉત્તર ભારતીયો દ્વારા છઠ પૂજાની વિશેષ ઉજવણી કરવામાં આવી. અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે છઠ પૂજાની ઉજવણી દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ પૂજા ઘાટ ખાતે પહોંચ્યા હતા. મહિલાઓએ નદી કાંઠે સૂર્યદેવની પૂજા કરી તેમને અર્ઘ્ય આપ્યું હતું.આ પ્રસંગે મુખ્યમંત્રીએ સૌને નવા વર્ષની શુભેચ્છા પાઠવતા કહ્યું કે,દેશભરમાં આ દિવાળીનો વિશેષ મહોત્સવ ઉજવાયો. તેમણે ઉમેર્યું કે, આમ તો દિવાળીના તહેવારો લાભ પાંચમે પૂરા થાય છે. જ્યારે બિહારમાં છઠનો તહેવાર શરૂ થયો છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સાંજના સમયે વ્રત કરનારી મહિલાઓએ
નદીના પાણીમાં અને તૈયાર કરાયેલા કુંડમાં ઉભા રહીને સાંજે આથમતા સૂર્યને અર્ઘ્ય આપ્યું હતું. આવતીકાલે સવારે પોણા સાત વાગ્યે ઉગતા સૂર્યને અર્ઘ્ય આપવાની સાથે ચાર દિવસ ચાલનારા છઠ પર્વનું સમાપન થશે.