ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 1, 2024 3:49 પી એમ(PM)

printer

અમદાવાદ ડિવિઝનથી ચાલતી અને પસાર થતી 3 ટ્રેનો આંશિક પરિવર્તિત કરાયેલા રૂટ પર દોડશે

અમદાવાદ ડિવિઝનથી ચાલતી અને પસાર થતી 3 ટ્રેનો આંશિક પરિવર્તિત કરાયેલા રૂટ પર દોડશે. ઉત્તર રેલવેના ફિરોઝપુર ડિવિઝનના જલંધર કેન્ટ સ્ટેશન પર વિકાસ કામ માટે ટ્રાફિક અને ઓએચઈ બ્લોકને કારણે ગાંધીધામ-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા, જામનગર-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા અને હાપા-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ ટ્રેનો આંશિક રીતે પરિવર્તિત કરવામાં આવશે. 5 ઓક્ટોબરની ગાંધીધામ-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ વાયા લુધિયાણા-ફિલ્લૌર-નકોદર-લોહીયાં ખાસ-કપૂરથલા-જલંધર સિટીના રસ્તે ચાલશે.
જ્યારે બીજી ઓક્ટોબરની ટ્રેન જામનગર-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ વાયા લુધિયાણા-ફિલ્લૌર-નકોદર-લોહીયાં ખાસ-કપૂરથલા-જાલંધર સિટીના રસ્તે દોડશે
આ ઉપરાંત એક અને આઠ ઓક્ટોબરે હાપા-શ્રી માતા વૈષ્ણો દેવી કટરા સુપરફાસ્ટ એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ વાયા લુધિયાણા-ફિલ્લૌર-નકોદર-લોહીયાં ખાસ-કપૂરથલા-જલંધર સિટીના રસ્તે દોડશે તેમ અમદાવાદના પશ્ચિમ રેલવે મંડળ દ્વારા જાહેર કરાયું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ