IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ફાઈનલ મેચમાં પંજાબ કિંગ્સને છ રને હરાવી પ્રથમ વખત ચેમ્પિયન બન્યું.પ્રથમ બેટિંગ કરતાં, RCBએ નિર્ધારિત 20 ઓવરમાં નવ વિકેટે 190 રન બનાવ્યા હતા. જેમાં વિરાટ કોહલીએ સૌથી વધુ 43 રનનું યોગદાન આપ્યું હતું. જવાબમાં, પંજાબ કિંગ્સ 20 ઓવરમાં 184 રન બનાવી શકતા તેનો પરાજય થયો હતો. પંજાબ કિંગ્સ તરફથી શશાંક સિંઘે અણનમ 61 રન બનાવ્યા હતા. RCBના કૃણાલ પંડ્યાને અસાધારણ બોલિંગ માટે પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયા હતા.આ વખતે ગુજરાત ટાઇટન્સના સાઇ સુદર્શનને સૌથી વધુ રન બનાવવા માટે ઓરેન્જ કેપ, જ્યારે પ્રસિદ્ધ કૃષ્ણાને સૌથી વધુ વિકેટ લેવા બદલ પર્પલ કેપ એવોર્ડ એનાયત થયો હતો. મુંબઈ ઈન્ડિયન્સના સૂર્ય કુમાર યાદવે સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન અસાધારણ બેટિંગ માટે મોસ્ટ વેલ્યુએબલ પ્લેયરનો પુરસ્કાર જીત્યો હતો.
Site Admin | જૂન 4, 2025 8:37 એ એમ (AM)
અમદાવાદ ખાતે રમાયેલી IPLની રસાકસી ભરી ફાઇનલમાં પંજાબને હરાવીને રોયલ ચેલેંન્જર બેંગ્લુરૂ ચેમ્પિયન બન્યું
