વર્ષ 2026માં ગ્લાસગો ખાતે યોજાનાર કોમનવેલ્થ ગેમ્સની કિંગ્સ બેટનનું અમદાવાદમાં ભવ્ય આગમન થયું છે. કોમનવેલ્થના મૂલ્યો અને રાષ્ટ્રની ઓળખ ઉજાગર કરતી “ધ કિંગ્સ બેટન રિલે — રોડ ટુ કોમનવેલ્થ ગેમ્સ, ગ્લાસગો 2026” ઇવેન્ટ કોમનવેલ્થની એકતા, માનવતા, સમાનતા અને નિયતિના સાચા ભાવને ઉજાગર કરે છે.અમદાવાદમાં 15થી 17મી નવેમ્બર દરમિયાન ત્રણ દિવસ વિવિધ કાર્યક્રમો થકી કોમનવેલ્થ ગેમ્સની કિંગ્સ બેટન રિલેને આવકારવામાં આવી રહી છે. પ્રથમ દિવસે ગુજરાત યુનિવર્સિટીથી શરૂ કરીને IIT ગાંધીનગર, સંસ્કારધામ, એલ. જે યુનિવર્સિટી અને વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કિંગ્સ બેટન રિલેને આવકારવામાં આવી હતી. કિંગ્સ બેટન રિલેને આવકારવા યોજાયેલા કાર્યક્રમમાં લંડન ઓલિમ્પિકના બ્રોન્ઝ મેડલિસ્ટ ગગન નારંગ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
Site Admin | નવેમ્બર 17, 2025 9:24 એ એમ (AM)
અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલમાં કોમનવેલ્થ ગેમ્સની કિંગ્સ બેટન રિલેને જોઇ શકાશે