અમદાવાદ શહેર દિવાળીમાં રોશનીથી ઝગમગશે. આગામી દિવસોમાં પ્રકાશનું પર્વ એવો દિવાળીનો તહેવાર આવી રહ્યો છે, ત્યારે અમદાવાદ શહેરના તમામ ઝોનમાં આવેલા વિવિધ સર્કલ, ચાર રસ્તા, હેરિટેજ દરવાજા, મુખ્ય બિલ્ડીંગો, ઓવરબ્રિજ, અંડર બ્રિજને રોશનીથી શણગારવામાં આવશે.આ ઉપરાંત આગામી 10થી 20 નવેમ્બર દરમિયાન અમદાવાદ શહેરની સાહિત્ય પ્રેમી જનતા માટે બુકફેર તથા ફૂડ ફેસ્ટિવલનું પણ આયોજન કરવામાં આવશે તેમ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું.
Site Admin | ઓક્ટોબર 6, 2025 10:08 એ એમ (AM)
અમદાવાદમાં દસથી 20 નવેમ્બર દરમિયાન પુસ્તક મેળો યોજાશે