ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવેલા પ્રધાનમંત્રીએ ગઇકાલે મોડી રાત્રે અમદાવાદમાં રોડ શો યોજ્યો હતો.. દાહોદ અને કચ્છની મુલાકાત બાદ ગાંધીનગર રાજભવનમાં તેમના રાત્રી રોકાણ અગાઉ અમદાવાદ શહેરમાં યોજાયેલા રોડ શોમાં મોટી સંખ્યામાં નાગરિકો ઉમટ્યા હતા અને અમદાવાદીઓએ ‘ઓપરેશન સિંદૂર’ના સાહસ, શૌર્ય અને પરાક્રમને વધાવાયું હતું.. અમદાવાદમાં એરપોર્ટ આઇકોનિક રોડ પર યોજાયેલા રોડ શોમાં જયઘોષ સાથે લોકોએ ભારતીય સેનાની શૌર્યપૂર્ણ કામગીરી અને ભારતીય સંસ્કૃતિની ઝાંખી દર્શાવતા વિવિધ ટેબ્લો, રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કરતા હોર્ડિંગ્સ, દેશભક્તિ ગીતો અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરીને વાતાવરણને દેશભક્તિમય બનાવ્યું હતું. તિરંગાની થીમ પર કરવામાં આવેલી શાનદાર રોશનીથી એરપોર્ટ આઇકોનિક રોડ ઝળહળી ઊઠયો હતો.
અમદાવાદ ખાતેના રોડ શો સંપન્ન કરીને ગાંધીનગર રાજભવન પહોંચેલા પ્રધાનમંત્રીનું રાજ્યપાલે સ્વાગત કર્યુ હતું.
Site Admin | મે 27, 2025 7:38 એ એમ (AM)
અમદાવાદમાં ગત રાત્રે પ્રધાનમંત્રીના યોજાયેલા રોડશોમાં દેશભક્તિનું અનેરૂ વાતાવરણ સર્જાયું
