ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ડિસેમ્બર 4, 2024 9:48 એ એમ (AM)

printer

અમદાવાદના રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે યોજાયેલા આંતરરાષ્ટ્રીય પુસ્તક મહોત્સવમાં નેશનલ બુક ટ્રસ્ટ- NBT દ્વારા મૉબાઈલ બસની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી

અમદાવાદના રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે યોજાયેલા આંતરરાષ્ટ્રીય પુસ્તક મહોત્સવમાં નેશનલ બુક ટ્રસ્ટ- NBT દ્વારા મૉબાઈલ બસની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. લોકોને સાક્ષરતા અભિયાનમાં જોડવામાં મદદરૂપ થવા આ બસને શહેરના દરેક ખૂણામાં મોકલવામાં આવી રહી છે. અત્યાર સુધી રાણાપુર, ધંધુકા જેવા તાલુકાના વિવિધ ગામડાઓમાં અને શાળાઓ તેમજ કોલેજોમાં આ બસ મોકલવામાં આવી રહી છે.
પ્રવાસી ગ્રંથાલયની જેમ કામ કરતી આ મૉબાઈલ બસમાં વિવિધ ભાષાઓના પુસ્તકોનો સંગ્રહ છે. ગ્રામ્ય અને દૂરના વિસ્તારોમાં આ બસ પુસ્તકોની પ્રાપ્યતા સુનિશ્ચિત કરે છે અને વાંચનને પ્રોત્સાહન આપવાનું મહત્ત્વનું કામ કરે છે. હવે પાંચમી ડિસેમ્બરે આ બસ અમદાવાદની સેપ્ટ યુનિવર્સિટી , છઠ્ઠી ડિસેમ્બરે સચિવાલય, સાત ડિસેમ્બરે ઇન્ફો સિટી પરિસર અને આઠ ડિસેમ્બરે ગાંધીનગર આઈઆઈટી જશે તેવી માહિતી નેશનલ બૂક ટ્રસ્ટના સેલ્સ મેનેજર અમિત સિંહે આપી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.