અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે ઇન્ડિયન પ્રીમિયર લીગ ટી-20 ક્રિકેટ-IPLની ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને પંજાબ કિંગ્સ વચ્ચે ખિતાબી મુકાબલો રમાશે. આ મેચ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. રજત પાટીદારની આગેવાની હેઠળની RCBએ ક્વોલિફાયર-એકમાં પંજાબને આઠ વિકેટથી હરાવીને ફાઇનલમાં સીધો પ્રવેશ મેળવ્યો હતો. જોકે, પંજાબ કિંગ્સે ક્વોલિફાયર-બેમાં મુંબઈ ઇન્ડિયન્સને હરાવી ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો.
Site Admin | જૂન 3, 2025 8:45 એ એમ (AM)
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને પંજાબ કિંગ્સ વચ્ચે IPLનો ખિતાબી મુકાબલો
