IPLમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે બીજી ક્વોલીફાયર મેચ રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. આ મેચમાં વિજેતા ટીમ મંગળવારે આ જ મેદાન પર IPL ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ટકરાશે.મુંબઈ ઈન્ડિયન્સે અત્યાર સુધી પાંચ વખત ખિતાબ જીત્યા છે. બીજી તરફ, પંજાબ પહેલું ટાઇટલ જીતવા ફાઇનલ સુધી પહોંચવાના લક્ષ્ય સાથે સ્પર્ધામાં ઉતરશે. છેલ્લી મેચમાં, પંજાબ કિંગ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે છ વિકેટથી હાર્યું હતું. મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત ટાઇટન્સને 20 રને હરાવીને આ તબક્કામાં પ્રવેશ કર્યો છે.
Site Admin | જૂન 1, 2025 7:40 એ એમ (AM)
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે મુંબઇ ઇન્ડિયન્સ અને પંજાબ કિગ્સ વચે ક્વોલિફાયર- ટુનો મૂકાબલો
