ઓક્ટોબર 11, 2025 8:50 એ એમ (AM)

printer

અમદાવાદના ટ્રાન્સસ્ટેડિયા સ્ટેડિયમ ખાતે 70મો ફિલ્મફેર – 2025 એવોર્ડ સમારંભ યોજાશે

અમદાવાદના ટ્રાન્સસ્ટેડિયા સ્ટેડિયમ ખાતે આજે 70મો ફિલ્મફેર – 2025 એવોર્ડ સમારંભ યોજાશે.ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા આયોજિત આ ફિલ્મફેર એવોર્ડ સમારંભ અમદાવાદ શહેરમાં કાંકરિયા પાસે એક્કા એરેના ક્લબ ટ્રાન્સટેડિયા સ્ટેડિયમ ખાતે યોજાનાર છે. જેમાં ફિલ્મ અને મનોરંજન જગતને લગતી જાણીતી હસ્તીઓ અને ફિલ્મ કલાકારો, પ્રોડ્યુસર, ડાયરેક્ટર તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે. ઉલ્લેખનીય છે કે, સતત બીજીવાર ગુજરાતમાં ફિલ્મફેર એવોર્ડ સમારંભનું આયોજન થયું છે.આ કાર્યક્રમ દરમ્યાન કેટલાક માર્ગ પર ટ્રાફિક થવાની સંભાવનાના કારણે અમદાવાદ પોલીસ દ્વારા વાહનોની અવર-જવર માટે પ્રતિબંધ અને વૈકલ્પિક માર્ગ જાહેર કરવામાં આવ્યા છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.