ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ડિસેમ્બર 4, 2024 7:37 પી એમ(PM)

printer

અંડર-19 એશિયા કપમાં આજે ભારતે ગ્રુપ Aની એક દિવસીય ક્રિકેટ મેચમાં સંયુક્ત આરબ અમીરાત સામે 10 વિકેટે જીત મેળવી

અંડર-19 એશિયા કપમાં આજે ભારતે શારજાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી ગ્રુપ Aની એક દિવસીય ક્રિકેટ મેચમાં સંયુક્ત આરબ અમીરાત (UAE) સામે 10 વિકેટે જીત મેળવી છે. UAEએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યા બાદ 138 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. UAEએ ની ટીમ 44 ઓવરમાં ઓલઆઉટ થઈ ગઇ હતી. ભારતે લક્ષ્યનો પીછો કરતા ભારતે માત્ર 16.1 ઓવરમાં વિના વિકેટે 143 રન બનાવ્યા હતા.
દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે આજે એશિયા કપના ગ્રુપ Aની અન્ય એક મેચમાં પાકિસ્તાને જાપાન સામે 180 રનથી જીત મેળવી હતી. 244 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી જાપાનની ટીમ 29મી ઓવરમાં માત્ર 63 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.